મોરબી : મોરબીમાં લીલાપર ચોકડી પાસે થયેલ યુવાનની હત્યાના બનાવમાં મોરબી તાલુકા પોલીસે સાત શખ્સોને પકડી લઈ તેમની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબીના લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં ગીરીશ નારણભાઈ કણઝારીયા ઉ.વ.૨૭ની ગત તા.૧૮ના રોજ હત્યા થઈ હતી. અગાઉ આરોપી મહેશ ઉર્ફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હોય અને મૃતક તેને મદદ કરતો હોવાની શંકાએ આ હત્યા કરવામાં આવી હતી. તેઓએ મૃતક વિરૂદ્ધ ૨૦૧૭મા પોલીસ ફરીયાદ પણ કરી હતી. તેમજ હત્યાના બનાવના બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશ સાથે મૃતકને ગાળો બોલવા બાબતે મારામારી થયેલ હતી. આ હત્યાના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી દિલીપભાઇ મહેશભાઈ કણઝારીયા, અરવિંદભાઇ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ પરમાર, કિશનભાઇ પ્રભુભાઇ પરમાર, પ્રભુભાઇ ડાયાભાઇ પરમાર, મહેશભાઇ ઉર્ફે પાંચાભાઈ ડાયાભાઇ પરમાર, દિનેશભાઇ ઉર્ફે જગદિશભાઈ ડાયાભાઈ પરમાર, અમીતભાઇ મહેશભાઈ ઉર્ફે પાંચાભાઇ પરમારને પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ એસ. કે. ચારેલ તથા પીએસઆઈ એસ.એચ ભટ્ટ તથા મોરબી તાલુકા સર્વેલન્સ ટીમ રોકાયેલ હતી.