મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં અંબિકા રોડ ઉપરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી કિશન પ્રવીણભાઈ લવા ઉ.25 રહે.બ્રહ્મપુત્ર સોસાયટી, ત્રિમંદિર સામે, જેપુર વાળાને વિદેશી દારૂની બોટલમાં 100 મીલી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. આરોપી કિશનની પૂછપરછમાં દારૂની આ બોટલ આરોપી સાદીક ઉર્ફે ટેણી રહે.મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું કબુલતા સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.