મોરબી : આગામી તારીખ 22 જૂન ને રવિવારના રોજ મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ, સક્ષમ સંસ્થા અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા વૈદિક પેરેન્ટિંગ અને બાળ આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સાંજે 5 થી 7 વાગ્યાં સુધી મોરબીના શનાળા રોડ પર માર્કેટ યાર્ડ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે બ્લોક નંબર M- 1158/59 ખાતે આ સેમિનાર યોજાશે. જેમાં બાળ સ્વાસ્થ્યના વિષયો જેવા કે, આયુર્વેદમાં મનનું મહત્વ, મન અને માનસિક રોગની સમજુતી, સ્વસ્થ મન માટે યોગ્ય આહાર અને આયુર્વેદિક ઔષધીઓ, મનોબળ વધારવા માટે આયુર્વેદના સિદ્ધાંતો અને પ્રયોગો, આ ઉપરાંત વૈદિક પેરેન્ટિંગના મુખ્ય બિંદુઓ પંચકોશ વિકાસની વૈજ્ઞાનિક સમજૂતી, ઘરે વૈદિક હોમ સ્કૂલિંગ માટેના સિદ્ધાંતો, બાળકોના ઘડતર માટે સ્ટોરી-ટેલીંગનું મહત્વ, વૈદિક પેરેન્ટિંગના 100 સંસ્કૃત સૂત્રોનું મહત્વ, આધુનિક પેરેન્ટિંગ V/S વૈદિક પેરેન્ટિંગ અંગે દર્શનાચાર્ય આયુર્વેદાચાર્ય વક્તા વૈદ્ય મેહુલભાઈ આચાર્ય ખૂબ જ ઉપયોગી માહિતી રજૂ કરશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. તો રજિસ્ટ્રેશન માટે મો. નં. 9664911182, 8140140014 પર સંપર્ક કરવા જણાવાયું છે. સેમિનાર બાદ પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે જ સેમિનારમાં 0 થી 5 વર્ષના બાળકને ન લાવવા પણ અપીલ કરવામાં આવી છે.