મોરબી : મોરબી ટ્રાફિક પોલીસના પીઆઇ તેમજ તેમની ટીમ દ્વારા મોરબી શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ વેળાએ અડચણરૂપ ઉભેલા વાહન ચાલકો તેમજ ડાર્ક ફિલ્મ લગાડેલા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવમાં આવી હતી. આ પ્રકારની કામગીરી અવીરત પણે ચાલુ રહેશે તેવું પીઆઇ એચ.વી. ઘેલાએ જણાવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ વેળાએ આશરે પંદરેક વાહન ચાલકોને આઠેક હજાર જેટલો દંડ કરેલ છે. તેમજ જે ચાલકો ગાડીમાં બેઠેલ હતા. તે લોકોને નિયમ વિરુદ્ધ વાહન પાર્ક ન કરવા બાબતે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.