મોરબી : લખધીરનગર-નવાગામના બરાસરા (કડવા પાટીદાર) પરિવારના કુળદેવી શ્રી સિંધોઈ માતાજીનો 11 મો પાટોત્સવ આગામી તારીખ 27 જૂન ને શુક્રવારના રોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે યોજાશે. લખધીરનગર-નવાગામ સ્થિત સિંધોઈ ધામ ખાતે 27 જૂનના રોજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો આ પાટોત્સવમાં પધારવા બરાસરા પરિવાર (કડવા પાટીદાર)ના પરિવારોને આમંત્રણ પાઠવ્યું છે.