મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત કલા મહાકુંભ 2025-26નું રજિસ્ટ્રેશન તારીખ 20 જૂન 2025 થી 20 જુલાઈ 2025 દરમિયાન કરવામાં આવનાર છે.સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી રૂમ નંબર 257 પરથી મળી રહેશે તેમજ ફોર્મની સંપૂર્ણ વિગત ભરી ઉક્ત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં કચેરી સમય દરમિયાન ફોર્મ જમા કરાવવાનું રહેશે અને ફોર્મની સાથે બેંક પાસબુકની નકલ તથા આધારકાર્ડની નકલ ફરજિયાત જોડવાની રહેશે. વધુ માહિતી માટે કચેરીનો ફોન નં. 02822-241844 પર અથવા રૂબરૂ સંપર્ક કરવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.