મોરબી : તારીખ 21 અને 22 જૂન એટલે કે શનિવાર અને રવિવારના રોજ મોરબીના મકનસર ખાતે પ્રજાપતિ વુમન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તેવા હેતુ સાથે મકનસર સ્થિત ગોકુળ નગરની વાડી ખાતે આ એક્સ્પો યોજાશે. જેમાં બન્ને દિવસ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી વિવિધ સ્ટોલ પરથી વેચાણ કરવામાં આવશે.પ્રજાપતિ વુમન એક્સ્પોમાં ફેશન સ્ટાઈલ ડેકોર, ફેશન/આર્ટ/ક્રિએટીવ, ચિલ્ડ્રનવેર, પર્સ, હેન્ડીક્રાફ્ટ આઈટમ, ફેશન જ્વેલરી, લેડીઝવેર, ઈયરીંગ્સ, ઈમિટેશનની આઈટમ, હોઝીયરી, ફૂટવેર, તથા અન્ય ઘણી બધી આઈટમોનો ખજાનો જોવા મળશે. તો આ પ્રજાપતિ વુમન એક્સ્પોની મુલાકાત લેવા સૌને અપીલ કરવામાં આવી છે.