5 દિવસમાં બાંધકામ સામગ્રી જાહેર જગ્યાએથી ખસેડી લેવા નાયબ કમિશનરની તાકીદમોરબી : મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં લાગુ પડતા તમામ શહેરીજનોને ચોમાસાના આગમનને પગલે શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, ટ્રાફિક અવર-જવર સુગમ બનાવવા, તેમજ આરોગ્ય-સ્વચ્છતા જાળવવા માટે પ્રી-મોન્સૂન તૈયારી શરૂ કરવામાં આવી છે.જાહેર માર્ગો, ફૂટપાથો, નાળાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર જગ્યાઓ પર ચાલુ બાંધકામ હોય તેવા સ્થળોએ બાંધકામ સામગ્રી (રેતી, ઈંટો, સિમેન્ટ, કપચી, ખાલી બોરીઓ વગેરે) મૂકી રાખવી દંડનીય ગુનો છે. આવી સામગ્રી નોટીસ મળ્યાની તારીખથી પાંચ દિવસની અંદર હટાવવી ફરજિયાત રહેશે.જો પાંચ દિવસની મુદત પછી પણ જાહેર જગ્યાએ બાંધકામ સામગ્રી મળી આવશે, તો તે સામગ્રી મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા નોટીસ વિના દૂર કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિ / માલિક સામે કાયદાનુસાર દંડ કરવામાં આવશે. આ ઉપરાંત, જો કોઇ કિસ્સામાં જાન હાની થશે તો કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. તેમ નાયબ કમિશનરની યાદીમાં જણાવાયુ છે.