મોરબી : આજ રોજ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં. 2 ખાતે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ની રચના અન્વયે વાલી મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરકારના પીએમશ્રી પ્રોજેક્ટ વિશે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સરકારી શાળામાં અપાતા પ્રોત્સાહક લાભો વિશે વાલીઓને માહિતી આપવામાં આવી હતી. વાલીઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિને ધ્યાનમાં લઇ સૌ વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.