તલના ભાવ 2 હજાર સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 20 જૂન ને શુક્રવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, ચણા, ગુવાર બી અને કાળા તલ તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 692 ક્વિન્ટલ એટલે કે 3460 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 530 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ભાવ 2000 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 999, જીરુંના 3630, બાજરાના 540, જુવારના 950, મગના 1342, ચણાના 1080, ગુવાર બીના 942 અને કાળા તલના 2640 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 700 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1700 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 260 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.