મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચિત્ર, ઓડિયો અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અવલોકન કરીને આ ત્રણેય સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે સંગીતા હડિયલ, બીજા નંબરે હેત્વી ડઢાણીયા અને ત્રીજા નંબરે નેન્સી ભોરણીયા અને અશોક પરમાર રહ્યા છે. ઓડિયો સ્પર્ધામાં પ્રથમ નંબરે અવની વાઢેર, બીજા નંબરે ડો. ફેની સુચક અને નંદિની સોની રહ્યા છે. વીડિયો સ્પર્ધામાં પ્રથમ નંબરે સાક્ષી કોઠારી, બીજા નંબરે ભાવિકા પારેખ અને ત્રીજા નંબરે મિતેશ દવે રહ્યા છે. વિજેતાઓને 2 હજારથી લઈ 20 હજાર સુધીના રોકડ ઇનામો આપવામાં આવશે. ઈનામ વિતરણ તારીખ હવે જાહેર કરાશે.