એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર મીરા પાર્કમાં દરોડો પાડયો મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્કમાં નશાકારક પોશડોડાનું છાને ખૂણે વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી પોશડોડાના જથ્થા સાથે એક આધેડની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર-જિલ્લામાં નશીલા પદાર્થ સામે પોલીસની કડક ઝુંબેશ વચ્ચે શહેરના વાવડી રોડ ઉપર આવેલ મીરાપાર્ક સોસાયટીમાં રહેતા આધેડ પોશડોડાનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા સીટી એ ડિવિઝન પોલીસે આરોપી જેન્તીભાઇ ઉર્ફે જનકભાઈ માવજીભાઈ બોપલીયાના રહેણાંકમાં દરોડો પાડતા ઘરમાંથી માદક પદાર્થ પોશડોડાનો 4 કિલોગ્રામ અને 80 ગ્રામ વજનનો જથ્થો મળી આવતા પોલીસે એક વજન કાટો, પ્લાસ્ટિકના ઝભલા સહિત કુલ રૂપિયા 24,240નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.