મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા તા. 22-6-2025 ને રવિવારના રોજ 9:30 થી 1:30 કલાક દરમ્યાન લોહાણા મહાજન વાડી, સુધારા શેરી, વિજય સિનેમા પાસે, સરદાર રોડ ફાયર સ્ટેશનની બાજુમાં, મોરબી ખાતે રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે. આ વિતરણ વહેલા તે પહેલાના ધોરણે સ્ટોક હશે ત્યાં સુધી કરાશે. જેનો લાભ વર્ષ 2025ની ઓરિજિનલ માર્કશીટ (રિઝલ્ટ) પર મળશે. તેમજ કોઈપણ જ્ઞાતિના ધો. 5 થી કોલેજના વિદ્યાર્થીઓ માટે એક વ્યક્તિને એક રિઝલ્ટ ઉપર એક સેટ મળશે. જેમાં ફૂલ સ્કેપ 160 પેઇજના 7 નંગ ચોપડા ફક્ત 100 રૂ. માં મળશે. ઓરીજનલ માર્કશીટ ન હોય તો ફૂલ સ્કેપ 160 પેઈજ ચોપડા 150 રૂ. મળશે. ક્લાસમેટ કંપનીના 6 નંગ ચોપડા 250 રૂ. માં મળશે. આ ઉપરાંત અન્ય સ્કૂલ સ્ટેશનરી એકદમ રાહત ભાવે મળશે. તેમજ આ સંસ્થામાં અન્ય કોઈ સેવાકીય પ્રવૃત્તિ માટે ડોનેશન આવકાર્ય છે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નં. 8348212345 પર સંપર્ક કરવો.