મોરબી : આજરોજ 20 જૂનના રોજ સવારે 9 થી 4 વાગ્યા સુધી મોરબી મેડિકલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત કચેરી મોરબી દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના છેલ્લા બે વર્ષમાં ધોરણ 12 માં ટોપર રહેલ વિદ્યાર્થીઓ પૈકી 97 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.બી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત કચેરી,જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના ઉપક્રમે મેડિકલ કોલેજ ખાતે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસિસ એક્ઝામ માટે અવેર થાય અને આ એક્ઝામની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે સાથે કરી શકે તે માટે યુપીએસસીની સિવિલ સર્વિસ એક્ઝામના માળખા તથા પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી શકાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ તેમજ દિલ્હી યુનિવર્સિટીના તજજ્ઞ યોગેશ ત્રિપાઠી અને તજજ્ઞ પ્રોફેસર ઉપાસના મેડમે ખુબ સરળ સાહજિક અને સચોટ માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડી મોરબી જિલ્લાના તેજસ્વી બાળકોને આ યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસ એક્ઝામ માટે અભિમુખ કર્યા હતા. આ ઉપરાંત આ પરીક્ષાઓ માટે જરૂરી મટીરીયલ, લાઇબ્રેરીની સુવિધા તેમજ આ પરીક્ષાના સંદર્ભે જરૂરી માર્ગદર્શન બાળકોને ભવિષ્યમાં પણ ઉપલબ્ધ કરાવવાના આયોજનથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક પી.વી.અંબારીયા અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકો તેમજ જિલ્લા પંચાયત કચેરીના રામાવતભાઈ, જીતિયાભાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ, મોરબી BRC, CRC મિત્રોએ જહેમત ઉઠાવી હતી. આજના સમગ્ર કાર્યક્રમનું કોર્ડીનેટર ચિરાગભાઈએ સફળ સંચાલન કર્યું હતું.