મોરબી : સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી સંસ્કાર હોલ મોરબી ખાતે સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 103 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ ધવલભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રક્તદાન કેમ્પ સફળ બનાવવામાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ, એચ.ડી.એફ.સી. બેન્ક, ઇડન ગાર્ડન, મિત્ર મંડળ ખીમજીભાઇ રાંકજા, રવિન્દ્રભાઈ ભટ્ટ, વગેરે જહેમત ઉઠાવી હતી. સ્વ ધવલભાઈની પુણ્યતિથિએ દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવા બદલ આયોજકોનો સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક પૂજ્ય પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણા એ આભાર વ્યક્ત કરી અને અભિનંદન પાઠવ્યા હતા.