મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં 50 વર્ષના એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ નીકળ્યો છે. તેમને હોમ આયસોલેશન કરવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લાના કુલ કેસ 26 થયા છે. જેમાંથી 15 રિકવર થતા 10 કેસ એક્ટિવ રહ્યા છે.