મોરબી : રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેન નંબર 19120 વેરાવળ - ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસને દર શુક્રવારે અને રવિવારે વેરાવળ સ્ટેશનથી 1 કલાક અને 15 મિનિટ મોડી ચલાવવામાં આવી રહી હતી, જેને 27-06-2025 સુધી મોડી ચલાવવાની હતી. આ બ્લોક હવે હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે હવે આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય સવારે 7-30 વાગ્યે ઉપડશે.