રાત્રી સમયે લાઈટિંગ અને સુશોભન બનશે આકર્ષણનું કેન્દ્ર હળવદ : હળવદ બાયપાસ સર્કલ પર ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં લાઈટિંગ અને વૃક્ષોથી સુશોભિત તિરંગા સર્કલ બનાવવામાં આવશે. જ્યાં દેશની આન-બાન અને શાન એવા રાષ્ટ્ર ધ્વજને લહેરાવવામાં આવશે. આ સાથે તમામ પ્રોટોકોલનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે. તેમજ રાત્રી સમયે લાઈટિંગ અને અન્ય સુશોભનથી આ સર્કલ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ તકે GSRDC ગાંધીનગરના અધિકારી આર.એમ.ઝાલા, નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ , ચીફ ઑફિસર તુષારભાઈ ઝાલરિયા , શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, નગરપાલિકા ઉપપ્રમુખ સતીષભાઈ પટેલ, કારોબારી ચેરમેન મહેશભાઈ કણઝરિયા સહિત નગરપાલિકા અને રોડનું સંચાલન કરતી કંપનીના અધિકારીઓએ સંયુક્ત પણે આ સ્થળની મુલાકાત લઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે, હળવદ એ પ્રગતિશીલ શહેર છે. હળવદના લોકો ખમીરવંતા પણ છે અને રાષ્ટ્રભક્તિની વાત આવે ત્યારે આખું ગામ એક થઈ અને કોઈ પણ દેશભક્તિનું ગામ સમસ્ત એક થઈને સાથે મળી અને કાર્ય કરતું આવ્યું છે.