મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ઉકેલ ન આવતા વીરપર સ્થિત આવેલી હરીપાર્ક સોસાયટીના રહીશોએ વીરપર ગામના સરપંચને રજૂઆત કરતા તેમણે આજે સમસ્યાનું નિરાકરણ લાવી વરસાદી પાણીનો નિકાલ કરાવી આપ્યો હતો.વીરપરની હરીપાર્ક સોસાયટીમાં આગળના ભાગમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પાણીનો નિકાલ કરવા મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. પરંતુ રહીશોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. જેથી આ વાતની જાણ સરપંચ મહેશભાઈને થતા તેમણે તાત્કાલિક પાણીનો નિકાલ કરાવીને લોકોની સમસ્યાનું સમાધાન કર્યું હતું. તેથી હરીપાર્ક સોસાયટીના રહીશોએ વીરપર ગામના સરપંચ મહેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.