મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 19 જૂન ને ગુરુવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, સફેદચણા, ચણા, ગુવાર બી, કાળા તલ અને અડદ તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 954 ક્વિન્ટલ એટલે કે 4770 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 521 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 448 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ભાવ 2012 રૂપિયા સુધી બોલાયા છે. તો કપાસના 1400, મગફળીના 950, જીરુંના 3676, બાજરાના 508, જુવારના 926, મગના 1282, સફેદ ચણાના 1372, ચણાના 1080, ગુવાર બીના 938, કાળા તલના 2223 અને અડદના 1395 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 700 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 260 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.