મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં મોરબી શહેર વિસ્તારમાં એક 23 વર્ષની યુવતીને કોરોના થતા હોમ આઇસોલેટ કરવામાં આવી છે. બીજી તરફ અત્યાર સુધીમાં જિલ્લામાં 24 કેસ નોંધાયા છે. જેમાંથી 15 લોકો રિકવર થઈ જતા હવે 9 એક્ટિવ કેસ હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.