ટંકારા : ટંકારામાં લિંકિંગ ફૂટવેરમાં કામ કરતા વ્યક્તિને મળેલું પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં ટંકારામાં આવેલ લિંકિંગ ફૂટવેરમાં કામ કરતા સ્ટાફને 3 - 4 દિવસ પહેલા શોપ બહાર ગ્રાઉન્ડમાંથી પાકીટ મળી આવ્યું હતું. આ પાકીટમાં રહેલા ડોક્યુમેન્ટના આધારે પાકીટના મૂળ માલિક ગામ અદેપર ખાતે રહેતા ઈશ્વરભાઈ ધીરજલાલભાઈ ફેફરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈશ્વરભાઈને લિંકિંગ ફૂટવેરની શોપ પર રૂબરૂ બોલાવી આજે આ પાકીટ પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.