મોરબી જિલ્લામાં હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશેટંકારા : ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશભાઈ બસીયાએ વરસાદ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, આજે 18 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસુ પ્રવેશી ગયું છે. આજે ગુજરાતના જે ભાગ બાકી છે તેમાં પણ ચોમાસુ બેસી જશે. એટલે સમગ્ર ગુજરાતમાં આજે ચોમાસુ બેસી જશે.રમેશભાઈ બસીયાના જણાવ્યા પ્રમાણે, હાલ ગુજરાત ઉપર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ છે અને બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ નજીક એક સિસ્ટમ છે. હાલ બે દિવસ મોરબી સહિત સૌરાષ્ટ અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. પણ વરસાદનો વિસ્તાર અને માત્રા હવે ઘટશે. તાપમાન 30 થી 33 ડિગ્રી આસપાસ રહેશે અને બફારો અનુભવાશે. હાલ જે સિસ્ટમ બંગાળની ખાડી નજીક છે તે સિસ્ટમ 22 જૂન આસપાસ મધ્યપ્રદેશ ઉપર આવી શકે છે. આ સિસ્ટમ ગુજરાતને અસર કરશે કે નહિ તેની જાણ 21 જૂને થઈ શકશે.