મોરબી : મોરબીના લાલપર નજીક લોરેન્ઝો વિટ્રીફાઇડ પાસેનો રસ્તો ખરાબ હાલતમાં છે. આ રસ્તે અનેક ગોડાઉન આવેલા છે. દરરોજ મોટા વાહનોની અવરજવર હોય છે. ત્યારે દર ચોમાસે આ રસ્તામાં ખુબ કાદવ કીચડ થઈ જતા હોવાથી વાહન ફસાવાના બનાવો દરરોજ બને છે. જેથી આ રસ્તો ઠીક કરવામાં આવે તેવી સ્થાનિક ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે.