હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી કરી વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઈહળવદ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. વિપુલ કારોલીયા,તાલુકા હેલ્થ ઓફિસર હળવદ ડો. ચિંતન દોશી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગરના મેડિકલ ઓફિસર ડો. પરેશ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગર હેઠળના ગામોમાં જૂન માસ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સઘન સર્વે તથા વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઘરોમાં તેમજ ગામમાં જે–તે સ્થળોએ ભરાયેલા વરસાદી પાણી દૂર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. વાહકજન્ય રોગના નિરાકરણ માટે વહેલું નિદાન, સારવાર તથા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી હતી. સ્કૂલ તથા ગામમાં આરોગ્ય શિક્ષણ તથા પત્રિકા વિતરણ કરી IEC કામગીરી હાથ ધરવામાં આવી હતી. ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા જૂન માસ મેલેરિયા માસને એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરાઈ છે.તેમજ ફિલ્ડ કર્મચારી દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગના કેસની શોધખોળ કરી લોહીના નમૂના લેવા તથા મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ કરી પોરાનાસક કામગીરી, નકામા પાત્રોને ખાલી કરાવ્યા તથા પક્ષી કુંજને નિયમિત સાફ કરવા તથા ઘરની અંદર તથા બહારના ભાગમાં ભરાયેલા પાણીમાં ટેમિફોસ નાખી જૈવિક નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાહકજન્ય રોગચાળા અટકાવવા માટે લોકોને બહોળા પ્રમાણમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.