વાંકાનેર : જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મોરબી જિલ્લા ડી.ડી.ઓ.ની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. કે શ્રીવાસ્તવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કારોલીયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમ એન્ટી લાર્વા કામગીરી, પેરા ડોમેસ્ટિક કામગીરી તેમજ વહેલા નિદાન માટે લોહીના નમૂના લેવા અને વિધાર્થીઓ દ્વારા શાળામાં રેલી, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા તેમજ પત્રિકા વિતરણ અને દરેક ગામમાં પોસ્ટર લગાવી IEC કરવામાં આવી હતી જેથી મેલરીયા રોગ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય અને મેલેરિયા રોગ નાબૂદી તરફ જઈ શકાય.