ટંકારા તાલુકામાં અત્યાર સુધી 6 ઈંચ વરસાદ નોંધાયોટંકારા : ટંકારા તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડ્યો છે. વાવણીલાયક વરસાદ થઈ જતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને વરસાદે રાહત આપી છે, અને હવે તેઓ ખેતરોમાં વાવણીની તૈયારીઓમાં ઉત્સાહથી જોતરાઈ ગયા છે. સ્થાનિક ખેડૂત દામજીભાઈ ભાલોડિયાએ જણાવ્યું હતું કે, આ વરસાદથી ખેતરોમાં ભેજ આવ્યો છે, જે કપાસ અને મગફળી જેવા પાકોની વાવણી માટે ખૂબ જ ઉપયોગી છે. અમે હવે પૂરા જોશ સાથે વાવણી શરૂ કરીશું. આ વરસાદે ન માત્ર ખેતીને લગતી આશાઓ જગાવી છે, પરંતુ ગામડાઓના પાણીના સ્તરોમાં પણ સુધારો થવાની સંભાવના છે. ટંકારાના ખેડૂતો હવે સારા ઉત્પાદનની આશા સાથે ચોમાસાની મોસમનું સ્વાગત કરી રહ્યા છે. ટંકારા મામલતદાર કચેરી ખાતે શરૂ થયેલા ફલડ કંટ્રોલ રૂમમાં ગઈ કાલે 17 જૂને વધુ એક ઈંચ વરસાદ વરસ્યાની નોંધ સાથે સિઝનનો કુલ વરસાદ 154 મી.મી. એટલે કે 6 ઈંચથી વધુ વરસાદ થયો છે. ધણા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ ઉભી થઈ છે.