છેલ્લા 5 વર્ષથી ગટર સાફ ન કરાવવાના લીધે પાણી બધું 200 વિઘા જેટલા ખેતરોમાં ભેગું થતું હોવાની રાવમોરબી : મોરબીના ગાળા ગામે નેશનલ હાઈવેની બેદરકારીના કારણે 19 જેટલા ખેતરો તળાવ બની ગયા છે. છેલ્લા 5 વર્ષથી આ સમસ્યા હોવાની ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે. આ મામલે બેચરભાઈ અંદરપાએ જણાવ્યું કે 19 જેટલા ખેડૂતોની 200 વિઘા જમીનમાં પાણી ભરાઈ જાય છે. નેશનલ હાઈવેની બેદરકારીના લીધે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. ગટર સાફ ન કરતા બ્લોકેજના કારણે બધું પાણી ખેતરોમાં આવે છે. જેના કારણે છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને નુકસાની સહન કરવી પડી રહી છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી દર ચોમાસે આ સમસ્યા ઉભી થાય છે. નેશનલ હાઇવેના અધિકારીઓને દશેક વાર રજુઆત કરી છે. કલેકટર, ધારાસભ્ય, મામલતદારને પણ રજુઆત કરી છે. છતાં હજુ આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી.