મોરબી : મોરબીના રાજપર ગામે ગૌ શાળા પાસે આવેલ કોઝવે પર ગઈકાલે પાણી પસાર થઈ રહ્યું હતું. ત્યારે આ વેળાએ ત્યાંથી નિકળેલી કાર તણાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની સર્જઇ ન હતી. બીજી તરફ રાત્રીના ક્રેનની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી.