યોજના હેઠળ લાભ લેવા માંગતા ખેડૂતોએ 2 જુલાઈ સુધીમાં આઇ- ખેડૂત પોર્ટલ 2.0 - ikhedut.gujarat.gov.in પર અરજી કરવી મોરબી : સરકારના બાગાયત ખાતાની વર્ષ 2025-26 માટેની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ નવી બાબત હેઠળ રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ મેળવી શકે તે માટે આગામી તારીખ 2-7-2025 સુધી દરેક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ 2.0 (ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડૂત પોર્ટલ 2.0 ( ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. 226-227, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજૂ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.