ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા નવનીતભાઈ સવજીભાઈ સાલાણી ઉ.35 નામના યુવાનને ગત તા.13ના રોજ છાતીમાં દુખાવો ઉપડયા બાદ પ્રથમ ટંકારા ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.