મોરબી : મોરબીના વીસી ફાટક પાસે વડનું વૃક્ષ નમી ગયેલી હાલતમાં છે. અગાઉ ઘણા સમય પહેલા જ આ વૃક્ષ નમી ગયું હતું પરંતુ લોખંડના એન્ગલના સપોર્ટને કારણે ધરાશાયી થયું ન હતું. બીજી તરફ આ વૃક્ષના મૂળ પણ અડધા બહાર નીકળી ગયા છે. ભારે વરસાદ અને પવન વેળાએ આ વૃક્ષ ગમે ત્યારે પડી શકે તેવી શકયતા છે. જેને કારણે રોડ પણ બંધ થઈ શકે છે. મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.