નાલું બંધ કરી દેવાતા તેને ખોલવા સ્થાનિકોએ રજૂઆત કરી હતી, તંત્રએ રજુઆત ન ગણકારતા પ્રથમ વરસાદે જ સમસ્યામોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર નવા બનેલા પોસ્ટ ઓફિસથી કુબેર ટોકીઝ સુધીના રોડ ઉપર નાલું બંધ કરી દેવાના કારણે રચના સોસાયટીના ગેટ પાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જેને પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર પોસ્ટ ઓફિસથી લઈ કુબેર ટોકીઝ સુધીના રોડને રીસર્ફેસ કરી ઉંચો લેવામાં આવ્યો હતો. ત્યારે નાલું બંધ કરી દેવામાં આવ્યું હતું. આ વેળાએ સ્થાનિકોએ રજુઆત કરી હતી કે જો નાલું બંધ કરી દેવામાં આવશે તો રોડ ઉપર પાણી ભરાશે. જો કે મહાપાલિકા દ્વારા આ રજૂઆતને ગણકારવામાં આવી ન હતી. પરિણામે એક જ વરસાદમાં રચના સોસાયટીના ગેટ પાસે રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે.