મોરબી : મોરબીના લાતી પ્લોટ-2 માં ભૂગર્ભ ગટરની લાઈનનુ કામ કર્યા બાદ યોગ્ય રીતે બુરાણ ન કરવાના લીધે પ્રથમ વરસાદમાં જ જમીન પોચી પડી ગઈ છે. જેને કારણે વાહનો જમીનમાં ખુચી રહ્યા છે. લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત દુકાનો પાણી ઘુસ્યા છે. રાત્રીના આવેલા વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. જો વધુ વરસાદ આવે તો શું પરિસ્થિતિ થાય તેવો પ્રશ્ન વેપારીઓ ઉઠાવી રહ્યા છે.