મોરબી : મોરબીના લાતી પ્લોટની જેમ જ વીસીપરામાં વિજયનગર મેઈન રોડ ઉપર તંત્ર દ્વારા ભુગર્ભ ગટર માટે ખોદકામ કર્યા બાદ ખાડા બુરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતા સમસ્યા સર્જાય છે. વરસાદ પડતાં આ જગ્યા એકદમ પોલાણવાળી થઈ જતા અનેક વાહનો ફસાયા હતા. સાંજના સમયે એક ટ્રેકટર અને આઇસર અહીં ફસાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.