મોરબી : મોરબી જિલ્લામાં રાત્રે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે. જિલ્લાના તમામ તાલુકામાં રાત્રીના 10થી 12 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે. જેમાં હળવદમાં માત્ર બે જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી, ટંકારા અને માળિયામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ભારે વરસાદ પડ્યો છે. જો કે સરકારી ચોપડે માત્ર એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાત્રીના 10થી 12 વાગ્યા સુધીનો વરસાદટંકારા : 28 mm માળિયા : 21 mm મોરબી : 23 mm વાંકાનેર : 17 mmહળવદ : 74 mm