1700 મણ તલની આવક, ભાવ 1807 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 17 જૂન ને મંગળવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, ચણા, ગુવાર બી, તુવેર અને રાયડો તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 340 ક્વિન્ટલ એટલે કે 1700 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1807 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 414 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 510 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 950, જીરુંના 3720, બાજરાના 550, જુવારના 803, મગના 1241, ચણાના 1070, ગુવાર બીના 951, તુવેરના 1140 અને રાયડાના 1119 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 700 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 260 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.