પ્રથમ વરસાદમાં પ્રિમોનુસનની પોલ ખુલી જ્યોતિગ્રામના 6 અને ખેતીવાડીના 26 ફીડર બંધમોરબી : ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સાર્વત્રિક વરસાદ વરસાવતા જ અનેક વિભાગોની પોલ છતી થઈ છે તેવામાં મોરબી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી પડી છે. પહેલા વરસાદમાં જ મોરબીના 12 ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને 12 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ વીજળી ગુલ થતા દેકારો બોલી ગયો છે.રાજકોટ પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના સતાવાર આંકડા મુજબ ગઈકાલે પડેલા પહેલા વરસાદમાં પીજીવીસીએલને વ્યાપક નુકશાન થયું છે જેમાં સૌથી વધુ નુકશાન ભાવનગર જિલ્લામાં થયું છે. મોરબીમાં વરસાદને પગલે જ્યોતિગ્રામના 6 અને ખેતીવાડીના 26 ફીડર બંધ થયા છે. આ ઉપરાંત 12 ગામોમાં અંધારપટ્ટ છવાઈ જવાની સાથે 10 ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ વીજ પુરવઠો ઠપ્પ થયો હોવાનું જાહેર થયું છે.દસથી બાર કલાક જેટલા સમયથી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં દેકારો બોલી ગયો છે.