મોરબી : ગઈકાલે મોરબી શહેરમાં વરસાદ પડ્યો હતો. જો કે, પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ છતી થઈ હતી. મોરબીના વિજયનગર મેઇન રોડ પર પાણીની લાઈન માટે ખોદવામાં આવેલા ખાડા તંત્ર દ્વારા યોગ્ય રીતે પૂરવામાં ન આવ્યા હોય તેથી રસ્તા પર ઠેર ઠેર ભૂવા પડી ગયા છે. જેના કારણે રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો માગ કરી રહ્યા છે કે, ખોદવામાં આવેલા ખાડા યોગ્ય રીતે પૂરવામાં આવે.