આરોપીને મદદગારી કરનાર શખ્સને પણ જામનગરથી પકડી લેવાયોટંકારા : ટંકારા નજીક કારખાનામાંથી સગીરાને ભગાડી જનાર શખ્સને પોલીસે રાજસ્થાનથી પકડી લઈ તેને મદદગારી કરનાર શખ્સને જામનગરથી પકડીને બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના લજાઇ ગામે ભીમનાથ રોડ ઉપર આવેલ પવનસુત કારખાનામાંથી સગીરવયની બાળાને આરોપી ભાવેશભાઈ વરશીભાઈ ચાવડા રહે.કોટડીયા તા.જામ ખંભાળીયા વાળો ભગાડી ગયો હોય, જે રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના ખીવાડા (પાચોટીયા) ગામે લઇ ગયેલ હોય અને ત્યા મજુરી કામ કરતો હોવાની હકિકત આધારે આરોપી તથા ભોગ બનનાર બન્નેને હસ્તગત કરી ટંકારા પો.સ્ટે. ખાતે લાવી આરોપી ભાવેશ વરશીભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવેલ છે. ગુનામાં આરોપીની મદદગારી કરનાર તરીકે ગોરધનભાઇ ઉર્ફે રાહુલ પ્રવિણભાઈ ચાવડા રહે.કોટડીયા તા.જામ ખંભાડીયા વાળાનું નામ ખુલતા તેને જામનગર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં પીઆઇ કે.એમ.છાસીયા, PSI એસ.એન.સગારકા, ASI જીતેન્દ્રકુમાર ભાલોડીયા, કોન્સ. દશરથસિંહ જેઠવા, રવિરાજસિંહ જાડેજા, બળવંતભાઇ દેગામા, પંકજભા ગુઢડા તથા મહીલા પો.કોન્સ. નીજુબેન સેંજલીયા રોકાયેલ હતા.