મોરબી : મોરબી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તમામ ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે. તેવામાં બપોરે 3 વાગ્યે મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે. મચ્છુ-3 ડેમમાં હાલ 1790 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. સામે એક દરવાજો બે ફૂટ ખોલી 1790 ક્યુસેક પાણીની જાવક ચાલુ કરાઈ છે. હાલ ડેમ 84.21 ટકા ભરાયેલો છે. તેમ ડેમના અધિકારી દ્વારા જાહેર કરાયું છે.