મોટા પથ્થતો નડતરરૂપ બન્યા, માટી ચીકણી થતા અનેક બાઈક સ્લીપ થયામોરબી : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકે રીપેરીંગની કામગીરીના લીધે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. અહીં મોટા પથ્થરો નડતરરૂપ બન્યા છે. ઉપરાંત માટી ચીકણી બની જતા સવારથી અત્યાર સુધીમાં 5થી 7 બાઇક સ્લીપ થયાનું જાણવા મળી રહ્યું છે. જે કામ રાત્રીના થઈ શકે તેમ છે તે દિવસ દરમિયાન કરવામાં આવતા ટ્રાફિક સર્જઇ રહ્યો છે. હાલ ટ્રેન નીકળતા 5 મિનિટ જેટલો સમય ફાટક બંધ રહેતા છેક પુલ સુધી વાહનોની કતારો લાગી હતી. રેલવે દ્વારા આ રીપેરીંગની કામગીરી રાત્રીમાં સમયમાં કરવામાં આવે જેથી વાહનચાલકોને હાલાકી ન પડે તેવી માંગ ઉઠી રહી છે.