ટંકારામા 100 મીમી, હળવદમાં 89 મીમી વરસાદમોરબી : હવામાન વિભાગે રાજ્યમાં તા.16 જુનને સોમવારથી સતાવાર રીતે ચોમાસુ બેસી ગયાનું જાહેર કર્યું છે ત્યારે મોરબી જિલ્લા ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સટાસટી બોલાવી દેતા 10 કલાકમાં જ મોરબી શહેરમાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ગઈકાલે સવારથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં મેઘતાંડવ શરૂ થયા બાદ ધીમેધીમે સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ જામ્યો હતો જેમાં રાત્રીના આઠ વાગ્યા બાદ મેઘરાજા મોરબી જિલ્લામાં મનમૂકીને વરસતા સીઝનના પ્રથમ વરસાદમાં જ મોરબીમાં 124 મીમી, ટંકારામાં 100 મીમી, હળવદમાં 89 મીમી, વાંકનેરમાં 57 મીમી અને માળીયા મિયાણામાં 46 મીમી વરસાદ વરસ્યો હતો. ચોમાસાના પ્રારંભે જ જિલ્લામાં પોણા બે ઇંચથી લઇ પાંચ ઈંચ સુધી વરસાદ વરસતા વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.મોરબી જિલ્લામાં તાલુકા વાઇઝ વરસાદમોરબી 124 મીમીટંકારા 100 મીમીહળવદ 89 મીમીવાંકાનેર 57 મીમીમાળીયા (મી)46 મીમી