મોરબી : પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે લેવામાં આવનાર બ્લોક હવે રદ કરવામાં આવ્યો છે. આથી, હવે 18 જૂન, 2025ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થવાને બદલે પૂર્વવત્ કરી દેવામાં આવી છે. આ ટ્રેન હવે તેના નિર્ધારિત સમયપત્રક મુજબ વડોદરા સુધી જશે. તેવી જ રીતે, 18 જૂન, 2025ની ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ પણ હવે માર્ગમાં નિયંત્રિત (રેગ્યુલેટ) થશે નહીં.