મોરબી : રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ તા. 18-6-2025 થી તારીખ 1-7-2025 (14 દિવસ) સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએઆ નિદર્શન ઘટકોમાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.