મોરબી : મોરબી ખાતે તારીખ 15-6-2025ના રોજ શ્રી ઝાલાવાડી સઈ સુથાર દરજી જ્ઞાતિ ટ્રસ્ટ મોરબી દ્વારા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓઓને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ પ્લે હાઉસ LKG, UKGના નાના ભૂલકાઓને શૈક્ષણીક કીટ આપી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી જ્ઞાતિ આગેવાનોનું શાબ્દિક અભિવાદન કરાયું હતું. તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્લેન દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તે તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. બાદમાં તમામ જ્ઞાતિના બાળકોને ચોપડા વિતરણ કરી સામૂહિક ભોજન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ - મોરબીની કરોબારી મંડળએ જહેમત ઉઠાવી હતી. તેમજ જ્ઞાતિ તમામ લોકોના સાથ સહકારથી કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.