હળવદ : મોરબી જિલ્લા વિકાસ અધિકારી તથા CDHOના માર્ગદર્શન હેઠળ લાઈફકેર બ્લડ બેન્ક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા, THO ઓફિસ હળવદના સહયોગથી હળવદ તાલુકાના જુના દેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે 17 જૂનના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મેડિકલ ઓફિસર જુના દેવળીયા તથા PHC ના તમામ સ્ટાફ ન અથાગ પ્રયત્ન થકી જુના દેવળીયા તથા આજુબાજુના ગામોમાંથી સ્ટાફ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરી, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસતા વરસાદમાં લોકો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્રની અપેક્ષાથી વધુ 106 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી અને કેમ્પને સફળ બનાવ્યો હતો. કેમ્પના અંતે મેડિકલ ઓફિસર જુના દેવળીયા દ્વારા ગ્રામ પંચાયત, તેમજ સ્થાનિક આગેવાનો અને ગામ લોકોનો આભાર વ્યક્ત કરાયો હતો.