ડેમ રિપેરિંગની કામગીરી ચાલુ હોવાથી ડેમનું ક્રેસ્ટ લેવલ 3 ઇંચથી ઓવરફ્લો, હાલ 3977 ક્યુસેક પાણીની આવક, 1170 ક્યુસેક જાવક મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે ડેમમાં 3977 ક્યુસેક પાણીની ભારે આવક નોંધાઈ છે. સામે 1170 ક્યુસેક પાણીની જાવક છે. બીજી તરફ ડેમ રિપેરિંગની કામગીરી ચાલુ હોવાથી ડેમનું ક્રેસ્ટ લેવલ 3 ઇંચથી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ મામલે મચ્છુ-2 સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર બી.સી.પનારાએ જણાવ્યું છે કે મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય તેમજ મચ્છુ-2 ડેમ રિપેરિંગની કામગીરી ચાલુ હોય ડેમનું ક્રેસ્ટ ઓવરફ્લો થઈ રહ્યું છે. ડેમના નીચવાસના ગામો જેવા કે, મોરબી તાલુકના (૧)જોધપર, (૨)લીલાપર, (૩)ભડીયાદ, (૪)ટીંબડી, (૫)ધરમપુર, (૬)રવાપર (૭)અમરેલી, (૮)વનાળિયા, (૯)ગોર ખીજડીયા, (૧૦) માનસર, (૧૧)નવા સાદુળકા, (૧૨)જુના સાદુળકા, (૧૩)રવાપર, (૧૪)ગુંગણ, (૧૫)નારણકા, (૧૬) બહાદુરગઢ, (૧૭)નવા નાગડાવાસ, (૧૮) જુના નાગડાવાસ, (૧૯) સોખડા, (૨૦)અમરનગર માળીયા તાલુકાના (૧)વીરવદરકા, (૨)દેરાળા, (૩)નવાગામ, (૪)મેધપર, (૫)હરીપર, (૬)મહેન્દ્રગઢ. (૭)ફતેપર, (૮)સોનગઢ, (૯)માળિયા (મી.)ના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના અપાઈ છે.