મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સિમોન સિરામિક ફેક્ટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની જગન્નાથ સુરેન્દ્રનાથ બહેરા ઉ.38 નામનો યુવાન ગત તા.15ના રોજ નીચી માંડલ ગામે પાવડીયારી મેલડીમાતાજીના મંદિર પાછળ પાણી ભરેલા ખાડામાં ન્હાવા જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.