મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબીના મકરાણીવાસમાં નદીના કાંઠે રોડ ઉપરથી મનોજભાઈ વરસીંગભાઈ જાંચીયા ઉ.વ.ર૬ રહે. હાલ હળવદ જીન પ્લોટ વિસ્તારવાળાને ચોરી કરેલા ત્રણ બાઇક સાથે પકડી લીધો છે. જ્યારે આલાપ રોડ પરથી હનીફભાઇ કાસમભાઇ સુલતાનભાઈ સંધવાણી ઉ.વ.૩૫ રહે. માળીયા (મી) સંધવાણી શેરી વાળાને ચોરી કરેલા એક બાઇક સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.